Place To Visit

Bhrgursi-Temple
એવું કહેવાય છે કે, ભૃગુપુર વસાવ્યા પહેલાં ભૃગુઋષિ આ ભૂમિમાઆવીને વસ્યા હતા, એટલે આ ભૂમિને ભૃગુ-કરછ અને ત્યારબાદ ભરુચ તરીકે ઓળખવામા છે. મરાઠા યુગમા પેશ્વાના સમયમા ભરુચના કામદાર ભાસ્કરરાવે બંધાવેલા આ મંદિરની શૈલી અદભુત છે.પથ્થર અને લાકડમાંથી બનાવાયેલા નર્મદા કાંઢે આવેલા આ પુરાતન મંદિરની મુલાકાત કાયમી સંભારણુ બની રહેશે.

Narmada Maya Temple
ગુજરાતી જીવાદોરી સમી પુણ્ય સલીલા અટલે માં નર્મદા. ભરુચની સંસ્કૃતિ-જાહોજલાલી નર્મદા નદીના કિનારે પાંગરી છે.ભરુચનો નર્મદા કાઠો આધ્યાત્મિક વિરાસતથી સમૃદ્ધ છે.ગંગા જેટલી જ પવિત્ર મનાતી અતિ પ્રાચીન એવી પુરાણ પ્રસિદ્ર નર્મદા નદીનું ધાર્મિક માહાત્મ્ય છે. નર્મદા દશૅન પપાનાશક અને મૈક્ષદાયક મનાય છે. જ્યાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક ઊમટી પડે છે. નમામિ દેવી નર્મદે..

Nilakanthesvara Mahadev
ભરૂચ શહેરમાં નર્મદા નદીના કિનારે આવેલું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર ભરૂચવાસીઓનું શ્રાદ્ધકેન્દ્ર છે. આ મંદિર નજીક જ હનુમાનજીની વિશાળ મુર્તિ ધરાવતું અન્ય મંદિર પણ છે. મંદિરથી સીધા નર્મદા તટે પહોચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મહાદેવના દર્શન ઉપરાત નર્મદા મૈયાના દર્શનથી ભાવકો પાવન થઈ શકે છે. શ્રાવણ માસમાં અહી વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે.

Jumma Masjid
ભરૂચ શહેરના પુરાતન સ્થળો પૈકીનું એક સ્થળ એટલે જુમ્મા મસ્જિદ એવી આ પ્રાચીન મસ્જિદનું સ્થાપત્ય અદ્દ્ભુત છે. જે ઇ.સ. ૧૪૧૧ ના સમય પહેલા બંધાઈ હોવાનું મનાય છે. આ મસ્જિદ કુલ ૮૮ થાંભલાઓ ઉપર બાંધવામાં આવી છે. અહી મુસ્લિમ સ્થાપત્ય શૈલીના પૂરેપૂરા દર્શન થાય છે. આ આરક્ષિત સ્મારક છે.

Parsi Agiari
ગુજરાતી પ્રજાની સાથે દૂધમાં સાકર ભલે તેમ ભળી ગયેલા પારસી લોકોનું પવિત્ર સ્થળ એટલે અગિયારી. ભરૂચ શહેરમાં માલબારી દરવાજા આગળ આવેલી અગિયારી અગાઉ દસ્તુરજી કંથા અગિયારી તરીકે જાણીતી હતી. જે લગભગ ૮૦૦ વર્ષ પહેલા બંધાયેલી હોવાનું મનાય છે. ભરૂચની આ જૂનામાં જૂની આગિયારીનો જીન્નોદ્વાર પણ કરાયો છે. સ્વ. ખાન બહાદુર ફિરોઝશાહ વખારિયાની સ્મૃતિમાં ઇસ. ૧૮૮૪માં નવી અગિયારીનું બાંધકામ કરાયું હોવાનું મનાય છે.

Gandhi's resting place - sevasrama Guest House
મહાત્મા ગાંધીજીની દાંડીકૂચમાં ભરૂચ જિલ્લાનું અનોખુ મહત્વ છે. દાંડીકૂચ દરમ્યાન જિલ્લાના આમોદ-જંબુસર તાલુકામાં થઈને ગાંધીજીએ તા.૨૬ માર્ચે ભરૂચ ખાતે પણ વિશ્રામ કર્યો હતો. ભરૂચની ગાંધીજી સાથેની એ ક્ષણો આજે પણ સેવાશ્રમ ગેસ્ટ હાઉસ સાથે સંકળાયેલી છે. ગાંધી વિચારોના પ્રેરણા સ્ત્રોત સમું એસએસ સ્થળ પ્રવાસીઓ માટે આદરપાત્ર બની રહે છે. અહીથી ગાંધીજીએ દાંડી તરફ પ્રયાણ કર્યું હતું.

Pandit omakaranathaji kalabhavana
ભારતીય શાસ્ત્રીય સંગીતના નભોમંડળના ધ્રુવ તારક એટલે પંડિત ઓમકારનાથજી. ભરૂચના પનોતા પુત્ર એવા પંડિત ઓમકારનાથજી યુવા કલાકારો માટે સતત પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા ઉદ્દેશથી શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા રૂપિયા બે કરોડના ખર્ચે બંધાયેલા ટાઉન હોલને પંડિત ઓમકારનાથજી કલા ભવન એવું નામ આપવામાં આવ્યું છે. કલા સાધકો માટે આ ભવન એક મંદિર સમાન બની રહ્યું છે. કલાભવનમાં જ એક મ્યુઝિયમ પણ છે, જેમાં પંડિતજીના અનેક સ્મૃતિ ચિહનોનો સંગ્રહ કરવામાં આવેલો છે.

Golden Bridge
ભરૂચ પાસે વહેતી નર્મદાનાં બે કાંઠાને જોડતો ગોલ્ડન બ્રિજ બ્રિટિશ સ્થાપત્યનો વિરલ નમૂનો છે. બ્રિટિશ સરકારે માનવ શક્તિથી અને બ્રિટિશ ઈજનેરોના કૌશલ્યથી ડિસેમ્બર-૧૮૭૭ માં બંધાવેલા આ બ્રિજને આજે જોઈને લોકો આશ્ચયચકિત થઈ જાય છે. બ્રિટિશ ઈજનેરી કૌશલ્યનો વિરલ નમૂનો એવો આ બ્રિજ આજે પણ ભરૂચની ઐતિહાસિક જાહોજલાલીનો મૂક સાક્ષી બની રહ્યો છે. તેની બાંધણી માટે અઢળક નાણાનો ખર્ચ થયો હોવાથી તેને સોનાનો પૂલ કહેવાય છે.

Gumanadeva
ભરૂચ જીલ્લામાં ઝઘડિયા તાલુકાનાં કાવેરી નદીના કિનારે વસેલા ઉચેડિયા ગામમાં આવેલું હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર જાણીતું છે. ગુમાનદેવ મંદિર તરીકે જાણીતા રામભક્ત હનુમાનજીના આ મંદિરમાં હનુમાનજીની ઘડયા વગરની મોટા કદની પથ્થરની ભવ્ય મૂર્તિ આવેલી છે. હનુમાન જયંતિએ અહી મોટો મેળો ભરાય છે. અહી શિવ મંદિર પણ આવેલું છે.ઉચેડિયાની ભૂમિ મોક્ષતીર્થ કે તપોભૂમિ તરીકે ઓળખાય છે.

Kabiravada
સંત કબીર સાથે સંકળાયેલું આ ક્ષેત્ર ભાવકોમાં અનેરું માહાત્મ્ય ધરાવે છે. એક માન્યતા પ્રમાણે નર્મદા કિનારે કિનારે વિહાર કરતાં કબીરજી સંવત ૧૪૬૫ માં મંગલેશ્વર વિસ્તારમાં આવેલા. તેઓ અહી રોકાયેલા. લોકો વાયકા પ્રમાણે શ્રી તત્વાં જીવા નામના બે ભાઈઓએ સદગુરુ કબીર સાહેબના ચરણ કમળનું ચારણામૃત સુકાયેલ વડના ઠૂંઠા ઉપર નાખતા વડ લીલોછમ થઈ ગયો તે કબીરવડ છે. અને એમાથી આ મહાકાય વડનું નિર્માણ થયું. ચારે બાજુ નર્મદામૈયાના આલિંગનથી અનોખી ભાવસૃષ્ટિ સર્જતા આ વટવૃક્ષનું મૂળ થડ કયું છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ભરૂચથી ૧૮ કિ.મી.ના અંતરે નર્મદાનાં અલૌકિક પ્રવાહની વચ્ચે આવેલા આ સ્થળને માણવું જીવનનો એક લ્હાવો છે.

Saint Kabir Temple
સંત કબીરજીએ વિ.સં. ૧૪૬૫ માં નર્મદાયાત્રા કરી એ સમયે ભરૂચની ભોમિને પાવન કરી હતી. કબીરવડની સાથે સાથે કબીર મંદિર દ્વારા ભરૂચમાં કબીરજીની વેદાંતી વાણીને ભરૂચવાસીઓ આદરપૂર્વક નમન કરે છે. ભરૂચ શહેરમાં આવેલા કબીર મંદિરની ભવ્યતા અને શાંત માહોલ અનોખુ વાતાવરણ સર્જે છે.